PM Modi એ મહાબાહુ-બ્રહ્મપુત્ર પ્રોજેક્ટની શરૂઆત કરી, જાણો તેનાથી Assam ને શું લાભ થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અસમમાં `મહાબાહુ-બ્રહ્મપુત્ર`નો શુભારંભ કર્યો. આ ઉપરાંત તેમણે ધુબરી ફૂલવાડી પુલનો શિલાન્યાસ અને માજુલી પુલના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અસમમાં 'મહાબાહુ-બ્રહ્મપુત્ર'નો શુભારંભ કર્યો. આ ઉપરાંત તેમણે ધુબરી ફૂલવાડી પુલનો શિલાન્યાસ અને માજુલી પુલના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે બ્રહ્મપુત્ર પર કનેક્ટિવિટી સંલગ્ન જેટલા કામ પહેલા થવા જોઈતા હતા તેટલા થયા નથી. જેના કારણે અસમ અને નોર્થ ઈસ્ટમાં કનેક્ટિવિટી એક પડકાર બની રહ્યો. મહાબાહુ બ્રહ્મપુત્રના આશીર્વાદથી હવે આ દિશામાં ઝડપથી કામ થઈ રહ્યા છે.
ડબલ એન્જિનની સરકારના કારણે અસમમાં વિકાસ
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગત વર્ષોમાં કેન્દ્ર અને અસમ (Assam) ની ડબલ એન્જિન સરકારે આ સમગ્ર વિસ્તારનું ભૌગોલિક અને સાંસ્કૃતિક એમ બંને પ્રકારનું અંતર ઓછું કરવાના પ્રયત્નો કર્યા છે. અસમ સહિત સમગ્ર નોર્થ ઈસ્ટની ફિઝિકલ અને કલ્ચરલ ઈન્ટિગ્રીટીને ગત વર્ષોમાં સશક્ત કરવામાં આવી. આજના દિવસે અસમ સહિત સમગ્ર નોર્થ માટે આ વ્યાપક વિઝનને વિસ્તાર આપનારો છે. તેમણે કહ્યું કે મજૂલમાં અસમનું પહેલું હેલીપેડ પણ બની ચૂક્યું છે. હવે મજૂલીવાસીઓને રસ્તાનો પણ તેજ અને સુરક્ષિત વિકલ્પ મળવાનો છે.
Shocking Video: દુલ્હન 'બિન્દાસ' થઈને કરી રહી હતી ડાન્સ, બેકાબૂ કારે જાનૈયાઓને કચડી નાખ્યા
મહાબાહુ-બ્રહ્મપુત્ર યોજનાથી શું ફાયદો થશે
મહાબાહુ-બ્રહ્મપુત્ર યોજના શરૂ થયા બાદ અસમ (Assam) માં કનેક્ટિવિટીને પ્રોત્સાહન મળશે અને તે હેઠળ અનેક નાના મોટા પ્રોજેક્ટ્સને સામેલ કરાયા છે. આ યોજનાની શરૂઆત સાથે જ નીમાટી-મજૂલી દ્વિપ, ઉત્તર ગુવાહાટી-દક્ષિણ ગુવાહાટી અને ધુબરી-હાટસિંગિમારી વચ્ચે રો-પેક્સ જહાજ સંચાલનનું ઉદ્ધાટન કરાશે. આ યોજનાઓની મદદથી રો-પેક્સ સેવાઓથી કિનારાઓ વચ્ચે સંપર્ક બનાવવાની કોશિશ છે. આ સાથે જ રોડમાર્ગથી મુસાફરીનું અંતર પણ ઓછું થઈ જશે. નેમાટી અને મજૂલી વચ્ચે રો-પેક્સ પરિચાલનથી હાલમાં વાહનો દ્વારા કપાતું કુલ અંતર 420 કિલોમીટર છે જે ઘટીને માત્ર 12 કિલોમીટર થઈ જશે.
West Bengal: મંત્રી Jakir Hossain પર બોમ્બથી હુમલો, CM મમતા બેનરજીએ આપ્યું મોટું નિવેદન
205 કિલોમીટરની મુસાફરી માત્ર 19 કિલોમીટરમાં પૂરી થશે
પીએમ મોદી (PM Modi) એ ધુબરી (ઉત્તર તટ) અને ફૂલવાડી (દક્ષિણ તટ) વચ્ચે બ્રહ્મપુત્ર પર ચાર લેનના પુલની આધારશિલા રાખી. પ્રસ્તાવિત ધુબરી ફૂલવાડી પુલ NH-127 બી પર બનશે, જે NH-27 (પૂર્વ-પશ્ચિમ કોરિડોર) માં શ્રીરામપુરથી નીકળે છે અને મેઘાલયમાં NH-106 પર નોંગસ્ટોઈન પર સમાપ્ત થાય ચે. તે અસમમાં ધુબરીને મેઘાલયના ફૂલવાડી, તુરા, રોંગ્રામ અને રોંગજેંગ સાથે જોડશે. લગભગ 4997 કરોડ રૂપિયાના ખર્ચે બનનારો આ પુલ અસમ અને મેઘાલયના લોકોની લાંબા સમયથી રહેલી માંગણીને પૂરી કરશે જે નદીના બે કિનારા વચ્ચે મુસાફરી કરવા માટે નૌકા સેવા પર નિર્ભર હતા. આ પુલ બન્યા બાદ 205 કિલોમીટરનું અંતર ફક્ત 19 કિમીમાં પૂરું થશે. આ પુલની કુલ લંબાઈ 19 કિલોમીટર છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube